શિવ અભિષેક સ્તોત્ર | Shiv Abhishek Stotra |


શિવ અભિષેક સ્તોત્ર

શિવ અભિષેક સ્તોત્ર



શિવ અભિષેક સ્તોત્ર

ગુજરાતી અનુવાદ સહિત

ॐ નમો ભવાય શર્વાય રુદ્રાય વરદાય ચ |

પશૂનાં પતયે નિત્યં ઉગ્રાય ચ કપર્દિને || ૧ ||

૧. ભવ (સંસારના સ્વામી), શર્વ (દુઃખના નાશક), રુદ્ર, વરદાન આપનાર, પશુઓના પતિ, ઉગ્ર સ્વરૂપ અને જટાધારી ભગવાન શિવને નમસ્કાર હો.


મહાદેવાય ભીમાય ત્ર્યંબકાય શિવાય ચ |

ઈશાનાય મખધ્નાય નમસ્તે મખધાતિને || ૨ ||

૨. મહાદેવ, ભીમ, ત્રણ આંખવાળા, કલ્યાણકારી, ઈશાન, યજ્ઞના નાશક અને યજ્ઞને ધારણ કરનારા તમને નમસ્કાર હો.


કુમાર ગુરવે નિત્યં નીલગ્રીવાય વેધસે |

વિલોહિતાય ધૂમ્રાય વ્યાધીને ન પરાજિતે || ૩ ||

૩. કુમારના ગુરુ, નીલકંઠ, સર્જનહાર, લાલ વર્ણના, ધૂમ્રવર્ણના અને અજેય એવા તમને નમસ્કાર હો.


નિત્યં નીલશિખણ્ડાય શુલિને દિવ્યચક્ષુસે |

હન્ત્રે ગોપ્ત્રે ત્રિનેત્રાય વ્યાધાય ચ સુરેતસે || ૪ ||

૪. હંમેશા નીલ શિખા (જટા) ધારણ કરનાર, ત્રિશૂલધારી, દિવ્ય દૃષ્ટિવાળા, સંહારક, રક્ષક, ત્રણ આંખવાળા, શિકારી સ્વરૂપ અને અત્યંત તેજસ્વી તમને નમસ્કાર હો.


અચિન્ત્યામ્બિકાભર્ત્રે સર્વ દેવ સ્તુતાય ચ |

વૃષભધ્વજાય મુણ્ડાય જટિને બ્રહ્મચારિણે || ૫ ||

૫. અચિંત્ય, અંબિકા (પાર્વતી) ના પતિ, સર્વ દેવો દ્વારા સ્તુત્ય, વૃષભ (નંદી) ની ધ્વજાવાળા, મુંડમાળા ધારણ કરનાર, જટાળી અને બ્રહ્મચારી તમને નમસ્કાર હો.


તપ્તમાનાય સલિલે બ્રહ્મણ્યાય જિતાય ચ |

વિશ્વાત્મને વિશ્વસૃજે વિશ્વમાવૃત્ય તિષ્ઠતે || ૬ ||

૬. જળમાં તપ કરનાર, બ્રાહ્મણપ્રેમી, વિજેતા, વિશ્વના આત્મા, વિશ્વના સર્જક અને સમગ્ર વિશ્વને વ્યાપીને રહેનાર તમને નમસ્કાર હો.


નમો નમસ્તે સત્યાય ભૂતાનાં પ્રભવે નમઃ |

પઞ્ચવક્ત્રાય શર્વાય શંકરાય શિવાય ચ || ૭ ||

૭. સત્યસ્વરૂપ, પ્રાણીઓના પ્રભુ, પાંચ મુખવાળા, શર્વ, શંકર અને કલ્યાણકારી શિવને વારંવાર નમસ્કાર હો.


નમોસ્તુ વાચસ્પતયે પ્રજાનાં પતયે નમઃ |

નમો વિશ્વસ્યપતયે મહતાં પતયે નમઃ || ૮ ||

૮. વાણીના પતિ (બૃહસ્પતિ), પ્રજાના સ્વામી, વિશ્વના સ્વામી અને મહાન પુરુષોના સ્વામીને નમસ્કાર હો.


નમઃ સહસ્ત્રશીર્ષાય સહસ્ત્રભુજમન્યવે |

સહસ્ત્ર નેત્રપાદાય નમઃ સાંખ્યાય કર્મણે || ૯ ||

૯. હજારો મસ્તકવાળા, હજારો હાથવાળા, હજારો આંખો અને ચરણોવાળા, સાંખ્યશાસ્ત્રના જ્ઞાતા અને કર્મના અધિષ્ઠાતાને નમસ્કાર હો.


નમો હિરણ્યવર્ણાય હિરણ્યકવચાય ચ |

ભક્તાનુકમ્પિને નિત્યં સિધ્યતાં નો વર પ્રભો || ૧૦ ||

૧૦. સુવર્ણ જેવા વર્ણવાળા, સુવર્ણ કવચ ધારણ કરનાર, ભક્તો પર કૃપા કરનાર, હે પ્રભુ! અમારી સિદ્ધિઓ સફળ કરો.


એવં સ્તુત્વા મહાદેવં વાસુદેવઃ સહાર્જુનઃ |

પ્રસાદયામાસ ભવં તદા શસ્ત્રોપલબ્ધયૈ || ૧૧ ||

૧૧. આ રીતે મહાદેવની સ્તુતિ કરીને વાસુદેવ (શ્રીકૃષ્ણ) અને અર્જુને શસ્ત્રની પ્રાપ્તિ માટે ભગવાન ભવ (શિવ) ને પ્રસન્ન કર્યા.


|| અસ્તુ ||

શિવ અભિષેક સ્તોત્ર | Shiv Abhishek Stotra | શિવ અભિષેક સ્તોત્ર | Shiv Abhishek Stotra | Reviewed by Bijal Purohit on 4:14 am Rating: 5

कोई टिप्पणी नहीं:

Blogger द्वारा संचालित.