સંસ્કૃત શુભાષિત | Sanskrit Shubhashit


સંસ્કૃત શુભાષિત

સંસ્કૃત શુભાષિત
સંસ્કૃત સુભાષિત

પરોપકારાય ફલન્તિ વૃક્ષાઃ પરોપકારાય વહન્તિ નદ્યઃ |

પરોપકારાય દુહન્તિ ગાવઃ પરોપકારાર્થમ્ ઇદં શરીરમ્

|| ગુજરાતી ભાષાંતર ||

  • વૃક્ષો પરોપકાર (બીજાની ભલાઈ) માટે જ ફળ આપે છે.

  • નદીઓ પરોપકાર માટે જ વહે છે.

  • ગાયો પરોપકાર માટે જ દૂધ આપે છે.

  • આ શરીર પણ પરોપકાર માટે જ છે.

||અર્થ ||

જેમ વૃક્ષ પોતાના ફળ પોતે ખાતું નથી, પરંતુ બીજાના ઉપયોગ માટે આપે છે; જેવી રીતે નદીઓ પરોપકાર માટે વહે છે, જેના પાણીનો ઉપયોગ ખેડૂતો ખેતી માટે અને અન્ય લોકો પીવા માટે કરે છે; અને જેવી રીતે ગાય પોતાનું દૂધ પોતે પીતી નથી, પરંતુ તે અન્ય લોકોના ઉપયોગમાં આવે છે; તેવી જ રીતે મનુષ્યએ પણ પોતાનું જીવન માત્ર પોતાના માટે જ નહીં, પરંતુ બીજાના પરોપકાર માટે વાપરવું જોઈએ.

|| જય શ્રી કૃષ્ણ ||

સંસ્કૃત શુભાષિત | Sanskrit Shubhashit સંસ્કૃત શુભાષિત | Sanskrit Shubhashit Reviewed by Bijal Purohit on 11:35 am Rating: 5

कोई टिप्पणी नहीं:

Blogger द्वारा संचालित.