પ્રદોષ સ્તોત્ર ગુજરાતી અનુવાદ સાથે | Pradosh Stotra in Gujarati
પ્રદોષ સ્તોત્ર
|| શ્રી ગણેશાય નમઃ ||
જય દેવ જગન્નાથ, જય શંકર શાશ્વત |
જય સર્વસુરાધ્યક્ષ, જય સર્વસુરાર્ચિત || ૧ ||
હે દેવ જગન્નાથ! હે શાશ્વત શંકર! તમારી જય હો. હે દેવોના અધ્યક્ષ, હે સર્વ દેવો દ્વારા પૂજિત, તમારી જય હો.
જય સર્વગુણાતીત, જય સર્વવરપ્રદ |
જય નિત્ય નિરાધાર, જય વિશ્વંભરાવ્યય || ૨ ||
હે સર્વ ગુણોથી પર, હે સર્વ વરદાન આપનારા, તમારી જય હો.
હે નિત્ય, હે નિરાધાર, હે વિશ્વનું ભરણ-પોષણ કરનારા અવિનાશી, તમારી જય હો.
જય વિશ્વૈકવન્દ્યેશ, જય નાગેન્દ્રભૂષણ |
જય ગૌરીપતે શંભો, જય ચન્દ્રાર્ધશેખર || ૩ ||
હે સમગ્ર વિશ્વ દ્વારા વંદનીય, હે નાગોના રાજાને આભૂષણ તરીકે ધારણ કરનારા, તમારી જય હો. હે ગૌરીપતિ શંભો! હે મસ્તક પર અર્ધચંદ્ર ધારણ કરનારા, તમારી જય હો.
જય કોટ્યર્કસંકાશ, જયાન્તગુણાશ્રય |
જય ભદ્ર વિરૂપાક્ષ, જયાચિન્ત્ય નિરઞ્જન || ૪ ||
હે કરોડો સૂર્યો સમાન તેજસ્વી, હે અનંત ગુણોના આશ્રયરૂપ, તમારી જય હો.
હે કલ્યાણકારી વિરૂપાક્ષ! હે અચિંત્ય અને નિર્મળ (નિરંજન), તમારી જય હો.
જય નાથ કૃપાસિન્ધો, જય ભક્તાર્તિભઞ્જન |
જય દુસ્તરસંસારસાગરોત્તારણ પ્રભો || ૫ ||
હે કૃપાના સાગર નાથ! હે ભક્તોની પીડા દૂર કરનારા, તમારી જય હો.
હે દુસ્તર સંસારરૂપી સાગરમાંથી પાર ઉતારનારા પ્રભુ! તમારી જય હો.
પ્રસીદ મે મહાદેવ, સંસારાર્તસ્ય ખિદ્યતઃ |
સર્વપાપક્ષયં કૃત્વા, રક્ષ માં પરમેશ્વર || ૬ ||
હે મહાદેવ! સંસારના દુઃખોથી દુઃખી અને પીડિત એવા મારા પર પ્રસન્ન થાઓ. મારા તમામ પાપોનો નાશ કરીને, હે પરમેશ્વર! મારી રક્ષા કરો.
મહાદારિદ્ર્યમગ્નસ્ય, મહાપાપહતસ્ય ચ |
મહાશોકનીવિષ્ટસ્ય, મહારોગાતુરસ્ય ચ || ૭ ||
હું ઘોર દરિદ્રતામાં ડૂબેલો છું, મહાપાપોથી ગ્રસ્ત છું, અત્યંત શોકમાં ડૂબેલો છું અને ભયંકર રોગોથી પીડિત છું.
ઋણભારપરિતસ્ય, દહ્યમાનસ્ય કર્મભિઃ |
ગ્રહૈઃ પ્રપીડ્યમાનસ્ય, પ્રસીદ મમ શંકર || ૮ ||
હું ઋણના ભારથી દબાયેલો છું, પોતાના કર્મોના ફળથી બળી રહ્યો છું અને ગ્રહો દ્વારા પીડિત છું, હે શંકર! મારા પર પ્રસન્ન થાઓ.
દরিদ্রઃ પાર્થયેદ્દેવં, પ્રદોષે ગિરિજાપતિમ્ |
અર્થાઢ્યો વાડથ રાજા વા, પ્રાર્થયેદ્દેવમીશ્વરમ્ || ૯ ||
ચાહે ગરીબ હોય, ધનવાન હોય કે રાજા હોય, દરેકે પ્રદોષકાળમાં ગિરિજાપતિ (શિવ) ની પ્રાર્થના કરવી જોઈએ.
દીર્ઘમાયુઃ સાદારોગ્યં, કોશવૃદ્ધિર્બલોન્નતિઃ |
મમાસ્તુ નિત્યમાનન્દઃ, પ્રસાદાત્તવ શંકર || ૧૦ ||
હે શંકર! તમારી કૃપાથી મને દીર્ઘાયુ, સદા આરોગ્ય, ધન-સંપત્તિમાં વૃદ્ધિ, બળની ઉન્નતિ અને નિત્ય આનંદ પ્રાપ્ત થાઓ.
શત્રવઃ સંક્ષયં યાન્તુ, પ્રસીદન્તુ મમ પ્રજાઃ |
નશ્યન્તુ દસ્યવો રાષ્ટ્રે, જનાઃ સન્તુ નિરાપદઃ || ૧૧ ||
મારા શત્રુઓનો નાશ થાઓ, મારી પ્રજા મારા પર પ્રસન્ન રહે.
રાષ્ટ્રમાંથી ચોર-લૂંટારાઓનો નાશ થાઓ અને લોકો નિર્ભય (આપત્તિ મુક્ત) રહે.
દુર્ભિક્ષમરિસન્તાપાઃ, શમં યાન્તુ મહીતલે |
સર્વસસ્યસમૃદ્ધિશ્ચ, ભૂયાત્સુખમયા દિશઃ || ૧૨ ||
પૃથ્વી પર દુષ્કાળ અને રોગચાળાના સંતાપો શાંત થાઓ.
બધે જ ધાન્યની સમૃદ્ધિ હોય અને ચારેય દિશાઓ સુખમય બની રહે.
એવમારાધયેદ્દેવં, પૂજાન્તે ગિરિજાપતિમ્ |
બ્રાહ્મણાન ભોજયેત્ પશ્ચાત્, દક્ષિણાભિશ્ચ પૂજયેત્ || ૧૩ ||
આ રીતે પૂજાના અંતે ગિરિજાપતિની આરાધના કરવી જોઈએ.
ત્યારબાદ બ્રાહ્મણોને ભોજન કરાવીને દક્ષિણા આપીને પૂજવા જોઈએ.
સર્વપાપક્ષયકરી, સર્વરોગનિવારણી |
શિવપૂજા મયાડ઼ખ્યાતા, સર્વાભીષ્ટફલપ્રદા || ૧૪ ||
મારા દ્વારા કહેવાયેલી આ શિવપૂજા (પ્રદોષ સ્તોત્ર) તમામ પાપોનો નાશ કરનારી, તમામ રોગોને દૂર કરનારી અને તમામ ઈચ્છિત ફળોને આપનારી છે.
|| ઇતિ પ્રદોષ સ્તોત્રં સંપૂર્ણમ્ ||
Reviewed by Bijal Purohit
on
7:54 am
Rating:

कोई टिप्पणी नहीं: