ગણેશ લક્ષ્મી સ્તોત્ર | Ganesh Lakshmi Stotra |


ગણેશ લક્ષ્મી સ્તોત્ર

ગણેશ લક્ષ્મી સ્તોત્ર



ગણેશ-લક્ષ્મી સ્તોત્ર નું ગુજરાતીમાં

અનુવાદ સાથે 

|| ગણેશ-લક્ષ્મી સ્તોત્ર ||

સ્તોત્ર નો પ્રયોગ 

દીવાળીની રાત્રે આ સ્તોત્રનો ફક્ત ૧૦૮ વાર પાઠ કરવો. આ કરવાથી તે સિદ્ધ થઈ જશે. અથવા ભાદરવા સુદ ચોથથી લઈને ચૌદશ સુધી, આ સ્તોત્રના પ્રતિદિન ૧૦૮ પાઠ કરવા. તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય તેવા અદભૂત પરિણામો તમને પ્રાપ્ત થશે.

શ્રી ગણેશ-લક્ષ્મી સ્તોત્રમ્

ૐ નમો વિઘ્નરાજાય સર્વસૌખ્યપ્રદાયિને |

દુષ્ટારિષ્ટા વિનાશાય પરાય પરમાત્મને ||

લમ્બોદરં મહાવીર્યં નાગયજ્ઞોપ શોભિતં |

અર્ધચન્દ્રધરં દેવં વિઘ્નવ્યૂહ વિનાશનં ||

ૐ હ્રાં હ્રીં હ્રૂં હ્રૈં હ્રૌં હ્રઃ હેરમ્બાય નમો નમઃ |

સર્વસિદ્ધિ પ્રદોસિ ત્વં સિદ્ધિબુદ્ધિ પ્રદોભવ ||

ચિંતિતાર્થ પ્રદસ્ત્વં હિ સતતં મોદકપ્રિયઃ |

સિન્દૂરા રુણવસ્ત્રૈશ્ચ પૂજિતો વરદાયકઃ ||

ઇદં ગણપતિસ્તોત્રં યઃ પઠેદ્ ભક્તિમાન નરઃ |

તસ્ય દેહં ચ ગેહં ચ સ્વયં લક્ષ્મીર્ન મુઞ્ચતિ ||

|| સ્તોત્રનો અર્થ ||

સંપૂર્ણ સુખ પ્રદાન કરનારા, સચ્ચિદાનંદ સ્વરૂપ વિઘ્નરાજ ગણેશને નમસ્કાર છે. જે દુષ્ટ અરિષ્ટ ગ્રહોનો નાશ કરનારા પરાત્પર પરમાત્મા છે, તે ગણપતિને નમસ્કાર છે.

જે મહાપરાક્રમી લમ્બોદર છે, જે સર્પરૂપી યજ્ઞોપવિતથી સુશોભિત છે, જે અર્ધચંદ્રધારી દેવ છે અને તમામ વિઘ્નોનો વિનાશ કરનારા છે, તે ગણપતિની હું વંદના કરું છું.

ૐ હ્રાં હ્રીં હ્રૂં હ્રૈં હ્રૌં હ્રઃ - હે હેરંબ (ગણેશ), તમને નમસ્કાર છે. હે ભગવાન! આપ જ તમામ સિદ્ધિઓના દાતા છો, આપ અમારા માટે સિદ્ધિ અને બુદ્ધિના પ્રદાયક બનો.

આપને મોદક હંમેશા અતિ પ્રિય છે. આપ મન દ્વારા ચિંતિત અર્થ (મનોકામના) ને પૂર્ણ કરનારા છો. સિંદૂર અને લાલ વસ્ત્રોથી પૂજિત થઈને આપ હંમેશા વરદાન પ્રદાન કરો છો.

જે મનુષ્ય ભક્તિભાવથી યુક્ત થઈને આ ગણપતિ સ્તોત્રનો પાઠ કરે છે, સ્વયં લક્ષ્મીજી તેના દેહ અને તેના ઘરનો ક્યારેય ત્યાગ કરતા નથી.

|| ગણેશ-લક્ષ્મી સ્તોત્ર સંપૂર્ણમ્ ||

ગણેશ લક્ષ્મી સ્તોત્ર | Ganesh Lakshmi Stotra | ગણેશ લક્ષ્મી સ્તોત્ર | Ganesh Lakshmi Stotra | Reviewed by Bijal Purohit on 5:01 am Rating: 5

कोई टिप्पणी नहीं:

Blogger द्वारा संचालित.