ત્રૈલોક્ય મંગલ લક્ષ્મી સ્તોત્ર | Trailokya Mangal Lakshmi Stotra |


ત્રૈલોક્ય મંગલ લક્ષ્મી સ્તોત્ર

ત્રૈલોક્ય મંગલ લક્ષ્મી સ્તોત્ર


ત્રૈલોક્ય મંગલ લક્ષ્મી સ્તોત્રનું ગુજરાતીમાં ભાષાંતર 

ત્રૈલોક્ય મંગલ લક્ષ્મી સ્તોત્ર

૧. હે કલ્યાણકારી દેવી! તમને નમસ્કાર હો. હે હરિપ્રિયા! તમને નમસ્કાર છે. હે ભક્તોને પ્રિય એવી લક્ષ્મી દેવી! તમને નમસ્કાર હો.


૨. હે માયાનું શરીર ધારણ કરનારી દેવી! તમને નમસ્કાર છે. હે હરિપ્રિયા! તમને નમસ્કાર છે. હે સર્વેશ્વરી! તમને નમસ્કાર છે. હે લક્ષ્મી દેવી! તમને પ્રણામ.


૩. હે મહામાયા! હે વિષ્ણુના ધર્મપત્ની! હે હરિને પ્રિય એવી દેવી! હે મનોવાંછિત ફળ આપનારી દેવી! હે સુરેશા (દેવોની ઈશ્વરી)! હે લક્ષ્મી દેવી! તમને પ્રણામ.


૪. હે ઉગતા હજારો સૂર્ય સમાન તેજસ્વી દેવી! હે ત્રણ નેત્રોથી સુશોભિત દેવી! હે રત્નોના આધારરૂપ દેવી! હે સુરેશા! હે લક્ષ્મી દેવી! તમને પ્રણામ.


૫. હે વિચિત્ર વસ્ત્રો ધારણ કરનારી દેવી! હે સંસારના દુઃખોનો નાશ કરનારી! હે કુચભાર (સ્તનભાર) થી નમ્ર રહેલી દેવી! હે લક્ષ્મી દેવી! તમને પ્રણામ.


૬. હે સાધકોની મનોકામના પૂર્ણ કરનારી દેવી! હે અન્નદાનમાં રત એવી નિર્દોષ દેવી! હે વિષ્ણુને આનંદ આપનારી માતા! હે લક્ષ્મી દેવી! તમને પ્રણામ.


૭. હે ષટ્કોણ પદ્મની મધ્યમાં બિરાજમાન દેવી! હે ષડંગવાળી (છ અંગોથી યુક્ત)! હે બ્રહ્માણી આદિ શક્તિઓના સ્વરૂપવાળી દેવી! હે લક્ષ્મી દેવી! તમને પ્રણામ.


૮. હે ચંદ્રમુખી દેવી! તમે સમગ્ર સામ્રાજ્ય આપનારી છો. હે સર્વને આનંદ આપનારી દેવી! હે લક્ષ્મી દેવી! તમને પ્રણામ.

|| ફળશ્રુતિ ||

૯. જે મનુષ્ય પૂજાના સમયે એકાગ્ર ચિત્તે આ સ્તોત્રનો પાઠ કરે છે, તેના ઘરમાં લક્ષ્મીજી સ્થિર નિવાસ કરે છે, તેમાં કોઈ સંશય નથી.


૧૦. જે મનુષ્ય પ્રાતઃકાળે મંત્ર અને પૂજાની સાથે આ સ્તોત્રનો પાઠ કરે છે, તેના ઘરે અન્ન-ધનનો ભંડાર ભરાય છે અને ઉત્તરોત્તર પ્રગતિ થાય છે.


૧૧. આ સ્તોત્ર કોઈને પણ સામાન્ય રીતે ન આપવું અને ક્યારેય પણ પ્રગટ (જાહેર) ન કરવું. પ્રગટ કરવાથી કાર્યમાં હાનિ થાય છે, તેથી તેનું ગુપ્ત રાખવું.


૧૨. આ 'ત્રૈલોક્ય મંગલ' નામનું સ્તોત્ર કહેવાયું છે. આ બ્રહ્મવિદ્યા સ્વરૂપ છે અને મહાન ઐશ્વર્ય પ્રદાન કરનારું છે.


 માતા લક્ષ્મીનું આ સ્તોત્ર ત્રણેય લોકમાં મંગલકારી છે.

 આ સ્તોત્ર મુજબ જે કોઈ નિત્ય પૂજન સમયે પાઠ કરે છે, તેના ઘરે લક્ષ્મીજી સદાય નિવાસ કરે છે.

 આ સ્તોત્રનો પાઠ હંમેશા ગુપ્ત રીતે, મધ્યમ સ્વરે ઉચ્ચારણ કરીને કરવો જોઈએ.

 લક્ષ્મીજીના આ સ્તોત્રને ભોજપત્ર પર લખીને તેને તાવીજમાં ભરીને ગળામાં ધારણ કરી શકાય છે.

 જે મનુષ્ય ઉપવાસ કરીને રાત્રિના સમયે આ સ્તોત્રનો ૧૦૮ વાર પાઠ કરે છે, તે સ્થિર લક્ષ્મીને પ્રાપ્ત કરે છે.

 આનો અનુષ્ઠાન ૧૦૮ પાઠનો માનવામાં આવ્યો છે.


|| ઈતિ શ્રી ત્રૈલોક્ય મંગલ લક્ષ્મી સ્તોત્ર સંપૂર્ણમ્ ||


ત્રૈલોક્ય મંગલ લક્ષ્મી સ્તોત્ર | Trailokya Mangal Lakshmi Stotra | ત્રૈલોક્ય મંગલ લક્ષ્મી સ્તોત્ર | Trailokya Mangal Lakshmi Stotra | Reviewed by Bijal Purohit on 4:45 am Rating: 5

कोई टिप्पणी नहीं:

Blogger द्वारा संचालित.