એકમુંખી હનુમાન કવચ | Ekmukhi Hanuman Kavach in Gujarati |
એકમુંખી હનુમાન કવચ
|| ઈશ્વર કહે છે ||
ઈશ્વરે કહ્યું - એકવાર કપૂર જેવા અત્યંત શ્વેત વર્ણવાળા અને સુખાસનમાં બેઠેલા લોકકલ્યાણકારી શિવજીને પાર્વતીજીએ પૂછ્યું.
|| પાર્વતીજીએ પૂછ્યું ||
પાર્વતીજીએ પૂછ્યું - હે ભગવાન! હે દેવદેવેશ! હે જગતના પ્રભુ! યુદ્ધના સંકટના સમયે, ભૂત-પ્રેતથી પીડિત થઈ જતી વખતે, દુઃખોનો ભાર વધી જવાની સ્થિતિમાં અને શોક વગેરે વધી જાય ત્યારે સંતપ્ત હૃદયોની રક્ષા કઈ રીતે થશે?
|| મહાદેવજી કહે છે ||
મહાદેવે જણાવ્યું - સાંભળો દેવી! લોકના કલ્યાણ અર્થે ભગવાન રામે વિભીષણને જે —
વાયુપુત્ર કપિનાથ અર્થાત્ હનુમાનનું કવચ બતાવ્યું હતું, તે અત્યંત ગોપનીય છે.
હે સુન્દરી! આ વિશેષ કવચનું શ્રવણ કરો.
|| ધ્યાન ||
ઉદયકાળના સૂર્ય સમાન કાંતિવાળા, અસુરોના ગર્વનો નાશ કરનારા, દેવતાદિ પ્રમુખ ઉત્તમ કીર્તિવાળા, પૂર્ણ તેજસ્વી, સુગ્રીવાદી વાનર સહિત, બ્રહ્મતત્ત્વને પ્રત્યક્ષ કરનારા, લાલ અને અરુણ નેત્રવાળા, પીતાંબરથી અલંકૃત એવા હનુમાનજીનું ધ્યાન કરવું જોઈએ.
ઉદયકાળના કરોડો સૂર્ય સમાન કાંતિવાળા, વીરાસનમાં શોભતા, અત્યંત રૂચિથી મૌંજી તથા યજ્ઞોપવીત ધારણ કરનારા, કુંડળોથી શોભિત, ભક્તોની ઈચ્છા પૂર્ણ કરવામાં ચતુર, વેદોના શબ્દથી અપાર હર્ષ પામનારા, વાનરોના પ્રમુખ અને અત્યંત વિસ્તૃત સમુદ્રને અચાનક ઓળંગી જનારા હનુમાનજીનું ધ્યાન કરવું જોઈએ.
જેનું શરીર વજ્ર જેવું કઠોર છે, કેશ પીળા છે, જેમણે સ્વર્ણ કુંડળ ધારણ કર્યા છે,
જેનો જમણો હાથ ઉપરની તરફ ઊંચેો છે, સ્ફટિક સમાન કાંતિવાળા, સોનાની ભાંતિ દેદીપ્યમાન,
બે ભુજાવાળા, જેમણે હાથોની અંજલિ બનાવી રાખી છે. એવા હનુમાનજીનું હું ધ્યાન કરું છું.
|| હનુમાન મંત્ર ||
પૂર્વમાં હનુમાન, દક્ષિણમાં પવનાત્મજ, પશ્ચિમમાં રક્ષોઘ્ન, ઉત્તરમાં સાગર પારગ, ઉપરથી કેસરી નંદન, નીચેથી વિષ્ણુ ભક્ત, મધ્યમાં પાવનિ, વિદિશાઓમાં સીતાશોક વિનાશક તથા સમસ્ત મુસીબતોમાં લંકા વિદાહક મારી રક્ષા કરો.
સચિવ સુગ્રીવ મારા મસ્તકની, વાયુનંદન ભાલ (કપાળ) ની, મહાવીર ભમરોના મધ્યની, છાયાપહારી નેત્રોની, પ્લવગેશ્વર કપાળોની, રામકિંકર કર્ણમૂળની, અંજનીસુત નાસિકાના અગ્રભાગની, હરિશ્વર મુખની, રુદ્રપ્રિય વાણીની તથા પિંગલ લોચન મારી જીભની સર્વદા રક્ષા કરો.
ફાલ્ગુનેષ્ટ મારા દાંતોની, દૈત્યાપાદહા ચિબુક (ઠોડી) ની, દૈત્યાદી કંઠની, સુરાર્ચિત મારા કંધાઓ (ખભા) ની, મહાતેજા ભુજાઓની, ચરણાયુધ હાથોની, નખાયુધ નખોની, કપીશ્વર કોખની, મુદ્રિપહારી વક્ષસ્થળ (છાતી) ની, ભુજાયુધ બગલની, લંકાવિભંજન મારી પીઠની સદા રક્ષા કરો.
રામદૂત નાભિની, નિલાત્મજ કમરની, મહાપ્રાણ ગુદાની, શિવપ્રિય લિંગની, લંકા પ્રસાદ ભંજન જાનુ (ઘૂંટણ) તથા ઉરુ (સાથળ) ની, કપિશ્રેષ્ઠ જંઘા (પગની પીંડી) ની, મહાબલ ગુલ્ફો (ઘૂંટી) ની, અચલોદ્ધારક પગની, ભાષ્કર સન્નિઆ અંગોની, અમિત સત્તાઢ્ય પગની આંગળીઓની સર્વદા રક્ષા કરો.
|| હનુમાન દાદા કી જય ||
એકમુંખી હનુમાન કવચ | Ekmukhi Hanuman Kavach in Gujarati |
Reviewed by Bijal Purohit
on
9:30 pm
Rating:
Reviewed by Bijal Purohit
on
9:30 pm
Rating:

कोई टिप्पणी नहीं: