અગસ્ત્ય કૃત લક્ષ્મી સ્તોત્ર | Agastya krut Lakshmi Stotra |


અગસ્ત્ય કૃત લક્ષ્મી સ્તોત્ર

અગસ્ત્ય કૃત લક્ષ્મી સ્તોત્ર

અગસ્ત્ય મુનિ સ્તુતિ કરતા કહેવા લાગ્યા, કમળ જેવા વિશાળ નેત્રોવાળી હે માતા કમલે! હું તમને પ્રણામ કરું છું.
તમે ભગવાન વિષ્ણુના હૃદયકમળમાં નિવાસ કરનારી તથા સમગ્ર વિશ્વની જનની છો. કમળના કોમળ ગર્ભ જેવા ગૌર વર્ણવાળી અને ક્ષીરસાગરની પુત્રી મહાલક્ષ્મી, તમે તમારી શરણે આવેલા પ્રણતજનો (નમ્ર ભક્તો)નું પાલન કરનારી છો.

તમે હંમેશાં મારા પર પ્રસન્ન થાઓ. મનની (કામદેવની) એકમાત્ર જનની અને રૂક્મિણીનું રૂપ ધારણ કરનારી લક્ષ્મી! તમે ભગવાન વિષ્ણુના વૈકુંઠધામમાં "શ્રી" નામથી પ્રસિદ્ધ છો. ચંદ્રમા જેવા મનોહર મુખવાળી દેવી, તમે જ ચંદ્રમામાં ચાંદની છો, સૂર્યમાં પ્રભા છો અને ત્રણેય લોકોમાં તમે જ પ્રકાશિત થાઓ છો.

પ્રણતજનોને આશરો આપનારી માતા લક્ષ્મી, તમે હંમેશાં મારા પર પ્રસન્ન થાઓ. તમે જ અગ્નિમાં દાહિકા શક્તિ છો. બ્રહ્માજી તમારી જ સહાયતાથી વિવિધ પ્રકારના જગતની રચના કરે છે. સમગ્ર વિશ્વનું ભરણ-પોષણ કરનારા ભગવાન વિષ્ણુ પણ તમારા જ ભરોસે બધાનું પાલન કરે છે.

શરણે આવીને ચરણોમાં મસ્તક નમાવનારા પુરુષોની નિરંતર રક્ષા કરનારી માતા મહાલક્ષ્મી, તમે મારા પર પ્રસન્ન થાઓ. નિર્મળ સ્વરૂપવાળી દેવી, જેને તમે ત્યાગી દીધા છે, તેમનો જ ભગવાન રૂદ્ર સંહાર કરે છે. વાસ્તવમાં તમે જ જગતનું પાલન, સંહાર અને સૃષ્ટિ કરનારી છો. તમે જ કાર્ય-કારણરૂપ જગત છો. નિર્મળ સ્વરૂપા લક્ષ્મી, તમને પ્રાપ્ત કરીને જ ભગવાન શ્રીહરિ બધાના પૂજ્ય બની ગયા.

મા, તમે પ્રણતજનોનું સદૈવ પાલન કરનારી છો, મારા પર પ્રસન્ન થાઓ. હે શુભે! જે પુરુષ પર તમારી કરુણાપૂર્ણ કટાક્ષ દૃષ્ટિ પડે છે, સંસારમાં એકમાત્ર તે જ શૂરવીર, વિદ્વાન, ધન્ય, માન્ય, કુલીન, શીલવાન, અનેક કલાઓનો જ્ઞાતા અને પરમ પવિત્ર માનવામાં આવે છે.

હે દેવી, તમે જે કોઈ પુરુષ, હાથી, ઘોડો, નપુંસક, તિનકું, સરોવર, દેવમંદિર, ઘર, અન્ન, રત્ન, પશુ-પક્ષી, શૈયા અને ભૂમિમાં ક્ષણભર પણ નિવાસ કરો છો, સમસ્ત સંસારમાં માત્ર તે જ શોભાસંપન્ન બને છે, બીજું કોઈ નહીં. હે શ્રીવિષ્ણુપત્ની! હે કમલે! હે કમલાલયે! હે માતા લક્ષ્મી!

તમે જેને સ્પર્શ કર્યો છે, તે પવિત્ર થઈ જાય છે અને તમે જેને ત્યાગી દીધો છે, તે જ બધું આ સંસારમાં અપવિત્ર છે. જ્યાં તમારું નામ છે, ત્યાં જ ઉત્તમ મંગળ છે. જે લોકો લક્ષ્મી, શ્રી, કમલા, કમલાલયા, પદ્મા, રમા, નલિનયુગ્મકરા, મા, ક્ષીરોદજા, અમૃતકુંભકરા, ઇરા અને વિષ્ણુપ્રિયા—આ નામોનો સદા જાપ કરે છે, તેમના માટે દુઃખ ક્યાં છે?

આ સ્તુતિ સાંભળીને પ્રસન્ન થઈને લક્ષ્મીજીએ કહ્યું: "હે મુનિ! 'એવમસ્તુ' (એમ જ થાઓ), તમે જે કંઈ કહ્યું છે, તે બધું પૂરું થશે. આ સ્તોત્રનો પાઠ મારા સામીપ્ય (સાન્નિધ્ય)ની પ્રાપ્તિ કરાવનારો થશે."


|| અસ્તુ ||
અગસ્ત્ય કૃત લક્ષ્મી સ્તોત્ર | Agastya krut Lakshmi Stotra | અગસ્ત્ય કૃત લક્ષ્મી સ્તોત્ર | Agastya krut Lakshmi Stotra | Reviewed by Bijal Purohit on 3:26 pm Rating: 5

कोई टिप्पणी नहीं:

Blogger द्वारा संचालित.