ચોખાકાજળી વ્રત | Chokhakajdi vrat |


ચોખાકાજળી વ્રત

ચોખાકાજળી વ્રત




પાઁચ વર્ષ પર્યંત શ્રદ્ધાથી આ વ્રત કરવામાં આવે તો

મહાદેવજી ની કૃપા પ્રાપ્ત થાય છે.

આ વ્રત શ્રાવણ વદ ત્રીજથી શરુ કરવામાં આવે છે.

વ્રત કરનાર સ્ત્રી વહેલી સવારે નાહી, મહાદેવનું સ્મરણ કરી એક હજાર અણીશુદ્ધ ચોખા જુદા કાઢી રાખવા.

નકોયડા ઉપવાસ કરવા.

સાંજે ગાયનું પૂજન કરી,

હજાર ચોખા રાંધીને ખાવા.


શ્રાવણ વદ ત્રીજથી સ્ત્રીઓ આ વ્રત શરુ કરે છે. કુમારિકાઓ ખાસ કરી આ વ્રત કરે છે. સવારે વહેલા ઊઠીને મહાદેવજીનું સ્મરણ કરવું.

ત્યારબાદ ડાંગરનો ઢગલો કરી તેમાંથી પોતાના હાથે એક હજાર ચોખા ફોલી એક પાત્ર માં એકઠા કરવા.

પરંતુ આ બધા ચોખા અણીશુદ્ધ હોવા જોઈએ.


આ દિવસે નકોરડો ઉપવાસ કરવો.


સાંજ પડે મહાદેવજીના મંદિરે વ્રત કરનારે જવું અને ઉભા રહેવું અને

સામેથી આવતી ગાયનું પૂજન કરવું.


પૂજન કર્યા બાદ ઘેર આવી પાત્રમાં રાખી મૂકેલા હજાર ચોખા રાંધીને ખાવા.

એ રાત્રે જાગરણ કરવું અને શંકર પાર્વતીના ગુણગાન ગાવાં.


|| અસ્તુ ||

ચોખાકાજળી વ્રત | Chokhakajdi vrat | ચોખાકાજળી વ્રત | Chokhakajdi vrat | Reviewed by Bijal Purohit on 4:04 pm Rating: 5

कोई टिप्पणी नहीं:

Blogger द्वारा संचालित.